સપનાં કઈ ઉંમરે જોવાનું શરૂ કરવું જોઈએ? જવાબ છે, સમજણા થઈએ ત્યારથી. સપનાં જોવાનું કઈ ઉંમરે બંધ કરવું જોઈએ? જવાબ છે, કદી નહીં! આ પુસ્તકમાં જીવનરસથી છલકાતાં જે 20 સ્ત્રી-પુરુષોની વાત થઈ છે એમનો જવાબ તો આ જ છે. વનપ્રવેશ કર્યાં પછી પણ ભરપૂર પૅશન સાથે ચુસ્ત-દુરસ્ત જીવન શી રીતે જીવી શકાય તેનું સિક્રેટ જાણવું હોય તો આ પુસ્તકમાંથી પસાર થવું પડે. અહીં જે ઊર્જાવાન મનુષ્યોની વાત થઈ છે એ તમામના જીવનમાં પચાસની વય પછી મહત્ત્વનો વળાંક આવ્યો હતો. સહેજ પણ લાઉડ બન્યા વગર પ્રેરણાદાયી વાતો કરતું સુંદર પુસ્તક.