Ek Bija Ne Gamta Rahiye (Gujarati)

Kajal Oza - Vaidya

Physical

In Circulation

એકબીજાને ગમતાં રહીએ - કાજલ ઓઝા - વૈદ્ય 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા માણસમાત્ર એના સંબંધોને આધારે જીવે છે. બુદ્ધિશાળી હોય કે અભણ...લુચ્ચો હોય કે ભોળો...લાગણીશીલ હોય કે પ્રેક્ટીકલ... એને એના પોતાના આગવા સંબંધો હોય છે, જેને તોડવા-સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે. આપણે સૌ સંબધોમાંથી જન્મેલા અનુભવ અને અનુભવમાંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ. આ વ્યક્તિત્વો જ આપણા નવા સબંધો બાંધે છે અથવા જૂના સબંધો તોડે છે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખાયા છે અને તે દ્વારા તમને 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

આપણે જિંદગીને સમજવાનો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ... સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને, હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે. 'મળવા'નો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ...સવાલ છે 'સુખ'નો, 'શાંતિ'નો, 'સ્નેહ'નો દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે...આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે 'અર્થહીન' કહી શકીએ.

હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને 'સુખી' થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે. - કાજલ ઓઝા-વૈદ્ય

Language English
ISBN-10 9351225038
ISBN-13 978-9351225034
No of pages 152
Font Size Medium
Book Publisher R.R.Sheth & Co Mumbai
Published Date 01 Nov 2016

About Author

Author : Kajal Oza - Vaidya

NA

Related Books